નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાં પડયો ભારે વરસાદ
Live TV
-
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઇ રહી છે. ત્યારે ડેમની સપાટી 130.90 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 9 લાખ 72 હજાર ક્યુસેક છે તો 23 દરવાજા ખોલીને 8 લાખ 14 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઇ રહી છે. ત્યારે ડેમની સપાટી 130.90 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 9 લાખ 72 હજાર ક્યુસેક છે તો 23 દરવાજા ખોલીને 8 લાખ 14 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના કારણે નર્મદાના કાંઠા વિસ્તારમાં ભરુચ, નર્મદા અને વડોદરાના 52 જેટલા ગામોમાં એલર્ટ અપાયુ છે. તો ભરુચ અને વડોદરામાં એનડીઆરએફની એક એક ટીમને તૈનાત કરી છે. ત્યારે ગોલ્ડન બ્રીજ પર નર્મદા નદીની સપાટી 24 ફુટ પર પહોંચી છે. જેના કારણે 2 હજાર 30 લોકોનું સ્થાળાતર કરાયુ છે. ગોલ્ડન બ્રિઝ ની આજુબાજુ ના ઝૂંપડપતિ વિસ્તારો ને ખાલી કારાયા છે. ત્યારે હજુ પાણી સપાટીમાં વધારો થઇ શકે છે. મધ્યપ્રદેશના વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપુર આવક... ડેમના 23 દરવાજા ખોલી છોડવામાંઆવી રહ્યુ છે પાણી... ભરુચ ગોલ્ડન બ્રીજની નર્મદા નદીની 24 ફુટ પર પહોંચી.... ત્રણ તાલુકાના બે હજારથી વધારે લોકોનું કરાયુ સ્થાળાંતર....
