નવસારીના ચીખલીમાં આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ ખેડૂતોને સહાયની ચૂકવણી કરી
Live TV
-
રાજ્યના આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાના સુરખાઇ સ્થિત જ્ઞાન કિરણ ધોડીયા સમાજ ભવન ખાતે માર્ગદર્શન કાર્યક્રમમાં ખેડૂત ભાઇબહેનોને સહાય ચૂકવણીના હુકમ તેમજ સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું છે.
સમગ્ર દેશભરમાં ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકીને સાચા અર્થમાં ખેડુતોની સમૃદ્ધિ અને ઉન્નતિ માટે સતત કાર્ય કર્યુ છે. આપત્તિના સમયે ખેડૂતોના હિતોને લક્ષમાં રાખીને રાજ્ય સરકારે અનેક ખેડુતલક્ષી નિર્ણયોના પરિણામે આજે રાજ્યના ખેડૂતો સમૃધ્ધ થયા છે. આ યોજના થકી ખેડુતો કુદરતી આપત્તિમાં થયેલ પાક નુંકશાનનો સરળતાથી લાભ મળી જાય છે. સાથે સાથે આ યોજના થકી ખેડુતોને પાક વીમાનું પ્રિમીયમ પણ ભરવું પડતું નથી. આ યોજનાનો લાભ રાજ્યના નાના, સિમાંત અને મોટા તમામ ખેડુતોને મળવાપાત્ર છે. નવસારી જિલ્લારના ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે માર્ગદર્શન કાર્યક્રમમાં ખેડૂત ભાઇબહેનોને સહાય ચૂકવણીના હુકમ તેમજ સાધન સહાય વિતરણ રાજ્યના આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીના હસ્તે અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ ડો, અમીતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભાણીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને નવસારી જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.
