રાજ્યમાં નવા 1282 કેસ નોંધાયા, તો 13 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1282 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં નવા 1111 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 80.59 ટકા થયો છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 75,662 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 93,883 પર પહોંચી છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15,230 છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર છે અને 15,141 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 75,662 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે નવા 13 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 2991 પર પહોંચ્યો છે. સુરત જિલ્લામાં 273 નવા કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 164 , વડોદરા જિલ્લામાં નવા 124 કેસ નોંધાયા છે.
