નર્મદા ડેમની સપાટીમાં સતત પાણીની આવક : નીતિન પટેલ
Live TV
-
રાજ્યમાં ચાર પાંચ દિવસથી પડી પહેલા વરસાદના મુદ્દે આજે નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે છેલ્લાં કેટલાય દિવસ થી સમગ્ર રાજ્યમાં વરસાદ સારો પડી રહ્યો છે
રાજ્યમાં ચાર પાંચ દિવસથી પડી પહેલા વરસાદના મુદ્દે આજે નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે છેલ્લાં કેટલાય દિવસ થી સમગ્ર રાજ્યમાં વરસાદ સારો પડી રહ્યો છે. જેના પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત પાણીની આવક થઈ રહી છે. વરસાદ પહેલા નર્મદા ડેમની 104 મીટર સપાટી હતી. જે તાજેતરમાં 116 મીટરની સપાટી થઈ છે. જેમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. જો કે હજુ પણ ગત વર્ષ કરતા 7 મીટર પાણી ઓછું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસ કાંઠા અમદાવાદ અને કચ્છ જિલ્લા માં વરસાદ ખેંચાતા ત્યાના ખેડૂતો માટે 8000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. જે પહેલાં 3000 ક્યુસેક પાણી આપવામાં આવતું હતું. કચ્છ રાપર અને બનાસ કાંઠાના અમુક તાલુકામાં પીવાનું પાણી પણ સરકાર દ્વારા પહોંચાડવા આવશે.
ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમના કેચ મેન્ટ એરિયા મધ્ય પ્રદેશમાં પણ સારો વરસાદ રહેતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 5 દિવસમાં નર્મદા ડેમની જળ સપાટી સાડા પાંચ મીટર જેટલી વધી ગઈ છે. જેના કારણે પાણી લાઈવ સ્ટોરેજનો જથ્થો વધ્યો છે.