રાજ્ય ભરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સાર્વત્રિક વરસાદ
Live TV
-
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ
રાજ્ય ભરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈમાં ૭ ઇંચ આહવામાં ત્રણ અને સાપુતારામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈ તાલુકામાં નોંધાયો છે. જ્યારે વડોદરા અરવલ્લી દાહોદ સુરત વલસાડ નસવાડી તાપી છોટા ઉદેપુર સહિતના પંથકોમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના જૂનાગઢ રાજુલા અને અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજયના સાર્વત્રિક વાવણી લાયક વરસાદ નોંધાતા ખેડૂતોના ઉભા અને ખરીફ પાકને જીવત દાન મળ્યું છે બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ આજે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.