અમદાવાદમાં અટલ બિહારી વાજપેયીજીની નિકળી અસ્થિ વિસર્જન યાત્રા
Live TV
-
પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના નિધન પછી તેમના અસ્થિઓને દેશભરના તમામ જિલ્લાઓમાં અસ્થિ વિસર્જન યાત્રા કાઢી પ્રમુખ નદીઓમાં વિસર્જિત કરાશે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના નિધન પછી તેમના અસ્થિઓને દેશભરના તમામ જિલ્લાઓમાં અસ્થિ વિસર્જન યાત્રા કાઢી પ્રમુખ નદીઓમાં વિસર્જિત કરાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણી દિલ્લીથી તેમના અસ્થિઓ લઈને અમદાવાદ ઍરપૉર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના મંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યાર બાદ ખાડિયાથી સાબરમતી સુધી યાત્રા નીકળી હતી. ત્યાર બાદ સાબરમતીના નીરમાં અટલજીના અસ્થિઓને વિસર્જિત કરાયા હતા. યાત્રા દરમિયાન ઠેરઠેર લોકોએ હાજર રહી પોતાના શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે સાબરમતી નદીમાં જ્યાં તેમના અસ્થિ વિસર્જિત કરાયા છે તે હવે અટલ ઘાટ તરીકે ઓળખાશે.