Skip to main content
Settings Settings for Dark

આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન વલસાડ જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન વલસાડ જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ વેળાએ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પણ સાથે રહેશે. વડાપ્રધાનશ્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ નવી દિલ્હી થી સવારે 10.15 કલાકે વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે. ત્યાંથી 10.50 કલાકે વલસાડ પહોંચીને અગિયાર કલાકે જૂજવા ગામ પહોંચશે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ અતર્ગત રૂ. 1 હજાર 727 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 1 લાખ 15 હજાર 551 આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવશે અને અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ સાંજે છ વાગે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે. વડાપ્રધાન ત્યાર બાદ સાંજે 7.30 વાગ્યે રાજ ભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બેઠક પૂર્ણ થયે 8.30 કલાકે અમદાવાદ જવા રવાના થશે. તેઓ રાત્રે 9.00 વાગ્યે અમદાવાદ હવાઈ મથકેથી ભારતીય વાયુદળના વિમાનમાં નવી દિલ્હી પરત જશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે સાંજે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના ચોથા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેવાના છે. આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી અને સુરક્ષા ઉપરાંત સભા મંડપ મુખ્ય સ્ટેજ સહિત અન્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરી માહિતગાર થયાં હતા. આ પ્રસંગ રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા ગાંધીનગર રેન્જ આઇ.જી. જિલ્લા કલેકટર ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply