રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ, સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
Live TV
-
રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ - પાંચ દિવસમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં પાંચ મીટરનો વધારો- આગામી બે દિવસ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બહોળો વરસાદ જ્યારે સૌરાષ્ટ્, ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
સમગ્ર રાજ્ય માં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે.લોકો માં આનંદ નો માહોલ છવાયો છે. છેલ્લા ત્રણ દિવસ થી દક્ષિણ ગુજરાત માં વરસાદી માહોલ છવાયો છે. તાપી જિલ્લા માં મેઘ રાજા એ ત્રીજા દિવસે મેઘ મહેર યથાવત રાખી હતી. વ્યારા ખાતે 56 સોનગઠ ખાતે 25 મી.મી સહિત જિલ્લામાં 174 મી.મી વરસાદ નોધાયો હતો,.ઉકાઈ બંધમા પણ છેલ્લા ચાર દિવસથી જળ સપાટીમાં વધારો થતાં સપાટી 306.80 ફૂટના સ્તરે પહોંચી છે. નર્મદા જિલ્લા માં ,ઉપર વાસ માં વરસાદ પડવા ને કારણે સરદાર સરોવર ડેમ માં 30 હજાર ક્યુસેક પાણી નો વધારો થયો છે. છેલ્લા ચાર દિવસ માં સરદાર સરોવર ડેમ માં પાચ મીટર પાણી નો વઘારો થયો છે. ડાંગ જિલ્લા માં, મોસમ નો ,સૌથી વધુ વરસાદ ,વઘઇ તાલુકા માં ,નોંધાયો છે. આહવામાં 33 તો સાપુતારા ખાતે 49 મી.મી પાણી વરસ્યુ હતુ.વધઈ ખાતે પણ 94 મી.મી વરસાદ નોંધાયો હતો.સેલવાસ ખાતે 11 તો ખાનેવાલ ખાતે 53 મી.મી વરસાદ પડ્યો હતો.અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામા પણ ધીમી ધારે વરસાદ પડ્યા હતો.માલુપુર માં 33 અને મેઘરજમાં 40 મી.મી તો ઈડરમાં 24 મી.મી વરસાદ થયો હતો. જ્યારે છોટાઉદેપુર, પાવી જેતપુર, ક્વાંટ, બોડેલીમાં સરેરાશ બે થી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ પંચમહાલમાં આવેલા પાનમ ડેમની સપાટી વધીને 125.65 મીટર સુંધી પહોંચી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ અવિરત અને ભારે-મધ્યમ વરસાદ ની આગાહી કરાઈ છે. Return to index of stories...