નર્મદા ડેમમાંથી "સૌની યોજના" અંતર્ગત, 400 તળાવોમાં પાણી ભરવામાં આવશે : અશ્વિનીકુમાર
Live TV
-
ઉનાળામાં પાણીની તંગી ના સર્જાય, તે માટે નર્મદા ડેમમાંથી "સૌની યોજના" અંતર્ગત, 400 તળાવોમાં પાણી ભરવામાં આવશે. 25 કરતાં વધુ જળાશયો તેમજ તળાવોમાં પાણી ભરવામાં આવશે , તેવી માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી. લોકડાઉન-૪માં વેપાર ઉદ્યોગ માટે છુટછાટ આપવામાં આવી છે , ત્યારે શરતોને આધિન અપાયેલી છુટછાટમાં ,લોકો તેનું પાલન કરે તે જરૂરી છે. કર્ફ્યુનો અમલ કરવામાં આવે તે જરૂરી છે. દૂધના એકત્રીકરણ અને તેના સંલગ્ન કામગીરીનો સમય વધારવામાં આવે , તેવી રજૂઆત કરવામાં આવી હતી. પશુપાલકોની માંગણીને સંતોષવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં 3 લાખ ઔદ્યોગિત એકમોમાં , 25 લાખ કર્મીઓ કાર્યરત થઇ ગયાં છે. તેમજ ઉદ્યોગો પણ ફરી શરૂ થઇ ગયાં છે. સમગ્ર રાજ્યમાં 82 ટકા વીજવપરાશ થઇ રહ્યો છે , જેથી ઉદ્યોગો કાર્યરત છે તે સાબિત થાય છે.
