રાજ્યમાં તીડના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સુસજ્જ : આર.સી.ફળદુ
Live TV
-
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે રાજ્યમાં જોવા મળેલ તીડના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સુસજ્જ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તીડના સ્થળાંતર અંગે લોકેશન મેળવીને તેના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય તથા જિલ્લાના અધિકારીઓ ભારત સરકારની તીડ નિયંત્રણ એકમની ટીમ સાથે સતત સંપર્કમાં છે તો પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કૃષિ મંત્રી આર.સી.ફળદુને ખેડૂતોને જરૂરી સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે રજૂઆત કરી હતી.
