મહેસાણામાં વધુ 4, સુરેન્દ્રનગરમાં વધુ 2 કેસ પોઝિટિવ
Live TV
-
ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો, દ્વારકામાં કોરોનાથી સંક્રમિત ચાર દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
ગુજરાતમાં મહાનગરો બાદ નાના શહેરો ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે ખેડામાં એક પોઝીટીવ કેસ મળી આવ્યો છે. આ દર્દીને એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો મહેસાણામાં વધુ ચાર કેસ મળી આવ્યા છે. જેમાં વિજાપુરના માઠી ગામમાં યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો વિજાપુરની આશ્રય સોસાયટીમાં રહેતી 24 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝીટીવ છે. જ્યારે કડીમાં 60 વર્ષીય મહિલા અને બલોલ ગામમાં એક 57 વર્ષના વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ, મહેસાણામાં કેસની સંખ્યા 86 પર પહોંચી છે. તો સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ બે કોરોના પોઝેટીવ કેસો સામે આવ્યા છે. અહીં વઢવાણના 19 વર્ષિય યુવક અને લખતરના તાવી ગામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો રાજકોટમાં ધોરાજી બાદ જસદણ અને આટકોટમાં એક-એક કેસ નોંધાયા છે. તો જંગલેશ્વર વિસ્તારમાં વધુ બે કેસ નોંધાયા છે. આમ કુલ કેસોની સંખ્યા રાજકોટમાં 90 પર પહોંચી છે. જ્યારે મહિસાગરમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. તો આ તરફ દ્વારકામાં કોરોનાથી સંક્રમિત ચાર દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે દ્વારકામાં એક પણ કોરોનાનો કેસ નથી
