વડનગરમાં પુરાતત્વ વિભાગને અઢી હજાર વર્ષ જુના બૌદ્ધ સમયના અવશેષો મળી આવ્યા
Live TV
-
વડનગરમાં પુરાતત્વ વિભાગને અઢી હજાર વર્ષ જુના બૌદ્ધ સમયના અવશેષો મળી આવ્યા. ખનન સ્થળેથી ત્રીજી કે ચોથી સદીનો બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો. બાંધકામ સોલંકી કાળ દરમિયાન થયું હોવાની શક્યતા.
વડનગરમાં પુરાતત્વ વિભાગને અઢી હજાર વર્ષ જૂની નગરીમાંથી, બૌદ્ધ સમયના અવશેષો મળી આવ્યા છે. વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા વર્ષ 2005થી ઉત્ખનનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી આ નગરની જમીન માંથી , કાચની બંગડીઓ, જુદા જુદા સમય કાળના ચલણી સિક્કા, પણ મળી આવ્યા છે. બૌદ્ધ વિહાર ઉપરાંત નગરમાંથી સોલંકી કાળના બાંધકામ માળખા પણ મળી આવ્યા છે. હાલમાં ખનન સ્થળેથી, ત્રીજી કે ચોથી સદીનો બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે. આ સ્તૂપ બે વર્ગમીટરના પ્લેટફોર્મ પર છે. સ્તુપની ફરતે એક પ્રદક્ષિણા પથ પણ મળી આવ્યો છે. સ્તુપની નજીક એક કક્ષમાં સમાધિ અવસ્થામાં રહેલું કંકાલ મળી આવ્યું છે. આમ વડનગર તે પ્રાચીન કાળમાં એક ઐતિહાસિક નગરી હતી અને અહીં બૌદ્ધ વિહારો હોવાના અનેક પુરાવા મળી આવ્યા છે.
