Skip to main content
Settings Settings for Dark

UKમાં ફસાયેલા 323 ભારતીયોને લઇને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઇટ આવી અમદાવાદ

Live TV

X
  • ગુજરાતના 132 લોકોને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા

    સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંકટ છે ત્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા વંદે ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે યુનાઈટેડ કિંગડમમાં ફસાયેલા 323 ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું એક ખાસ વિમાન અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચ્યું હતું. 

    નોંધનીય છે કે, આ ખાસ ફ્લાઇટમાં ગુજરાતના 132 લોકોને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ યાત્રિકોની  હવાઈ મથકે આરોગ્ય  ચકાસણી પણ કરવામાં આવી હતી. 

    સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે વંદે ભારત અભિયાન 

    વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે ભારત સરકારા દ્વારા અન્ય રાષ્ટ્રોમાં ફસાયેલા પોતાના નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે ખાસ વંદે ભારત મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત નાગરિક ઉડ્યન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં સ્વદેશ લાવવામાં આવ્યા હોય તેવા ભારતીયોની સંખ્યા 50 હજારને આંબી જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply