વડોદરા SOGના હાથે ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો, 57 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ
Live TV
-
વડોદરામાં મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. વડોદરા એસઓજીના અધિકારીઓએ બાતમીને આધારે વડોદરા દેણા ચાર રસ્તા પાસ એક કારને રોકીને તેમાંથી તેમાંથી 470 ગ્રામ મેથેફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપી લીધુ હતું.
જેની કુલ કિંમત 47 લાખ રૂપિયા થાય છે. આ ડ્રગ્સને આંતરરાષ્ટ્રીય બજારમાં મ્યાઉ મ્યાઉ ના નામે ઓળખવામાં આવે છે. આ ડ્રગ્સ હેરોઇન, બ્રાઉન સુગર, કોકેન અને સોના કરતા મોંઘું છે. પોલીસે ગાડી, બે મોબાઇલ સહિત 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
