Skip to main content
Settings Settings for Dark

નર્મદા ડેમ છલોછલ ભરી ગુજરાતે PM મોદીને જન્મદિવસની આપી ભેટ

Live TV

X
  • નરેન્દ્ર મોદી એ પ્રધાનમંત્રી બન્યા બાદ નર્મદા ડેમની ઉંચાઇ વધારવા માટે આપી હતી મંજૂરી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું, મા નર્મદાના પાણીથી ગુજરાત ભરશે વિકાસની હરણફાળ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની જળસપાટી સૌથી વધુ 138.68 મીટર પર છલોછલ ભરીને ગુજરાતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ નર્મદા ડેમમાં પાણીના ઇ વધામણા કર્યા હતા.

    મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યુ હતુ કે સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ છલોછલ થયો છે. ત્યારે ગુજરાત માટે આ યાદગાર ક્ષણ છે. અને જેના કારણે ગુજરાતના વિકાસને ગતિ મળશે. ખાસ કરીને આ પાણી આવનારા બે વર્ષ સુધી કચ્છથી માંડીને ગુજરાતના છેવાડાના ગામો સુધી મળશે.

    જળ વિના જીવન જ નહી પણ જળ વિના વિકાસ જ ન હોય ત્યારે ગુજરાત વિકાસના ગાડી પુરઝડપે દોડશે. આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તો નર્મદા ખાતે મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના ચેરમેન ડો. રાજીવ ગુપ્તા આ પ્રસંગે હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply