હવેથી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના માત્ર રૂ.1500, સરકારે કરી જાહેરાત
Live TV
-
ખાનગી લેબોરેટરીમાં હવે કોરોના ટેસ્ટ કરાવવો બનશે સસ્તો. રાજ્ય સરકારે કોરોના ટેસ્ટની કિંમતમાં કર્યો ઘટાડો. RTPCR ટેસ્ટ રુપિયા 2500ના બદલે હવે રુપિયા 1500 માં થશે. ઘરેથી સેમ્પલ લઇને થતા ટેસ્ટની કિંમતમાં પણ એક હજારનો કરાયો ઘટાડો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના હિતમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કોરોનાની રાજ્યમાં સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી અને તેના બાદ ટેસ્ટના રેટ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બેઠક બાદ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલી કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ખાનગી લેબોરેટરીમાં થતા કોરોના ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.
આ નવા નિર્ણયથી રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં 2500ની જગ્યાએ ટેસ્ટ માટે 1500 રૂપિયા આપવાના રહેશે. જો કે ઘરે બોલાવીને ટેસ્ટ કરાવવામાં આવે તો 2000 રૂપિયા ચૂકવવા પડશે.
