રાજ્યમાં કોરોનાના નવા 1379 કેસ નોંધાયા, તો 14 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1379 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં નવા 1652 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 83.81% થયો છે.
રાજ્યમાં નવા કેસની સાથે 1,19,088 પર પહોંચી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,007 છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર છે અને 15,911 સ્ટેબલ છે.
રાજ્યમાં નવા 14 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે કુલ મૃત્યુઆંક 3273 પર પહોંચી ગયો છે.
આજે સુરત જિલ્લામાં નવા 280, અમદાવાદ જિલ્લામાં 171 નવા અને વડોદરા જિલ્લામાં નવા 127 કેસ નોંધાયા છે.
