નર્મદા પોલીસે ટાયરો ચોરતી તાડપત્રી ગેંગના 3 ઈસમોની કરી ધરપકડ
Live TV
-
પોલીસે આઠ લાખ, ઓગણચાલીસ હજાર બસ્સોની કિંમતના ટાયર સાથે ચોરી કરવાનો સામાન ઝડપી લીધો હતો.
નર્મદા પોલીસે વડોદરા રેન્જ આઈજીને મળેલી બાતમીને આધારે તીલકવાડાના દેવલીયા ચોકડી પાસે નાકાબંધી કરી. ટાયર ભરેલી ટ્રક સાથે ગોધરાના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેઓ તાડપત્રી ગેંગ તરીકે ઓળખાય છે. આ ગેંગ તાડપત્રી કાપીને ચોરી કરે છે.
મહારાષ્ટ્રના માલેગાંવથી શીરપુર વચ્ચે ઢાબા ખાતે એક ટ્રકની બાજુમાં બીજી ટ્રક ઊભી રાખી. એક કંપનીના ફોર વ્હીલ અને ટૂ વ્હીલના ટાયરો ચોરી આ ઇસમો તેને ગોધરા લઈ જતા હતા. પોલીસે આઠ લાખ, ઓગણચાલીસ હજાર બસ્સોની કિંમતના ટાયર સાથે ચોરી કરવાનો સામાન ઝડપી લીધો હતો. આ ચોરીમાં ફેસલહુસૈન ઢેસલી, ખાલીદ ઢુંડીયા તથા સંજય વણકરને ઝડપી લીધા હતા. અન્ય ત્રણ ઇસમો ફરાર છે. આ બનાવમાં માલેગાંવ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
