નવસારી: મહિલા અને બાળ વિકાસ વિભાગની અમલીકરણ યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ
Live TV
-
નવસારી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની અમલીકરણ યોજનાની સમીક્ષા બેઠક રાજયમંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાઇ. બેઠકમાં જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોની સુવિધા, કુપોષણ નિવારણ સહિત વિસ્તૃત જાણકારી મેળવીને અંતરિયાળ વિસ્તારમાં પોષણ અને આરોગ્યલક્ષી માહિતી આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મુક્યો હતો.
ઉપરાંત, શાળાએ ન જતી કિશોરીઓને નેશનલ ઓપન સ્કૂલમાં દાખલ કરાવવા, મહિલા કલ્યાણની યોજનાઓનો જરૂરિયાત બહેનોને પુરેપુરો લાભ મળે તેવું આયોજન કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.
