નાગરિકોની સગવડ માટે રાજ્યમાં વિવિધ રોડ-રસ્તાના કામોને મંજૂરી
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોડ અને રસ્તાના કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે..જે અંતર્ગત દ્વારકા, રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર વિસ્તારમાં કરોડોના રોડના કામ મંજૂર કરવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપેલી જાણકારી પ્રમાણે દેવભૂમિ દ્વારકાના ભાણવડ, ખંભાળિયા વિધનસભા મતવિસ્તાર માટે 23.70 કરોડના રસ્તાઓ અને માર્ગ અને મકાન પંચાયત હસ્તકના 23 કરોડના રસ્તાઓ સહિત કુલ 46.70 કરોડના કામો મંજૂર કર્યા છે.
જ્યારે મોરબી જિલ્લાના ટંકારા,મોરબી, પડધરી અને રાજકોટના 49.94 કરોડના રસ્તાના કામો મંજૂર કર્યા છે. તો જામનગર અને જોડિયા વિધાનસભા મતવિસ્તારમાં 27.75 કરોડના રોડ-રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે સુરેન્દ્રનગરમાં વઢવાણ વિસ્તારમાં 15.29 કરોડના કામો મંજૂર કર્યા છે.
