Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી નિતીન પટેલે અંદાજપત્ર ૨૦૧૯-૨૦ને લઈને કરી પ્રેસ કોન્ફરન્સ 

Live TV

X
  • નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભા સત્રમાં ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે.  આ અંગે નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, વાણિજ્ય કર કમિશ્નર પી ડી વાઘેલા, રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની તમામ યોજનાઓ શરુ રાખી છે અને નવી યોજનાઓ શરુ કરી છે. ઉપરાંત આ વખતનું બજેટ ફોકસ વાળું બજેટ છે, રિન્યુએબલ એનર્જી પર ખાસ ફોકસ, ગરીબો અને મધ્યમ વર્ગના રહેઠાણો પર ફોકસ કરવામાં આવ્યું છે. 

    વધુમાં તેમણે કહ્યું હતું કે, ગરીબ વ્યક્તિ, વ્યવસાય કરતો વ્યક્તિ કે ગમે તે વય જુથના વ્યક્તિને આ બજેટથી લાભ થશે. નીતિનભાઈ પટેલે વ્હાલી દિકરી યોજના પણ આ વખતના બજેટમાં રજૂ કરી છે. જે પ્રમાણે વ્હાલી દિકરી યોજના અંતર્ગત બે લાખથી ઓછી આવક ધરાવતા વ્યક્તિના ઘરે દિકરીનો જન્મ થાય એટલે એક પણ રુપિયો ખર્ચ્યા વિના આ યોજનાનો લાભ મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply