Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યુ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના ક્લોલ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યુ હતું. આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં 50થી વધુ બેડની સવલતો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત રૃપિયા 2 કરોડ 60 લાખના ખર્ચે સ્ત્રી વોર્ડ, પુરુષ વોર્ડ સહિત એક્સરે સહિતની સેવાઓને પણ વિસ્તારવામાં આવી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ સાથે તખતીનું પણ અનાવરણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ  નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું નિરિક્ષણ કર્યુ હતું. તેમજ જનહિત માટે ઉપાયો પણ સૂચવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક સેવા ભાવિ સંસ્થાઓએ દર્દીઓને રાહત કીટનું વિતરણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયતની ચૂંટણી દરમિયાન વિકાસ અને વાયદામાંથી યોગ્યતા ધરાવતા ઉમેદવારને ચૂંટવા કલોલવાસીઓને અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply