નારાયણ સાંઇને સુરતની કોર્ટમાં કરાયો રજૂ
Live TV
-
સુરત બળાત્કાર કેસમાં ટૂંક સમયમાં આવશે ચુકાદો.
નારાયણ સાંઈ છેલ્લા ચાર વર્ષથી બળાત્કારના કેસમાં જેલમાં બંધ છે. બળાત્કારના કેસમાં નારાયણ સાંઈ સામે ચાલી રહેલી કાર્યવાહી લગભગ પૂરી થવાની તૈયારીમાં છે, એટલે લોકોમાં આશા છે કે બાપ પછી બેટાને પણ બહુ ઝડપથી સજા મળશે. ધરપકડ કરવામાં આવ્યા બાદ સાંઈ છેલ્લા ચાર વર્ષથી સુરતની લાજપોર જેલમાં બંધ છે. નોંધનીય છે કે સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે નારાયણ સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ક્યારે આવી શકે ચુકાદો?
બળાત્કારના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટમાં નારાયણ સાંઇને રજૂ કરવામાં આવયો છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફી દલીલો પૂર્ણ થઈ ગઈ છે, હવે કોર્ટમાં બચાવપક્ષ એટલે કે નારાયણ સાંઈ તરફથી દલીલો કરવામાં આવશે બાદમાં આ કેસનો ચૂકાદો આવશે.
