મહિલા ઉધોગ સાહસિકો માટે સેમિનાર યોજાયો
Live TV
-
સેમિનારનું સંબોધન પાસપોર્ટ અધિકારી શ્રીમતિ નિલમરાણીએ કર્યુ.
ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં આજે ઉદ્યોગનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકો આગળ આવે અને તેમની ભાગીદારીના પ્રમાણમાં વધારો થાય તેવા હેતુથી અમદાવાદ ખાતે એક મહિલા સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનારને સંબોધતા પાસપોર્ટ અધિકારી શ્રીમતિ નિલમરાણીએ જણાવ્યું હતું કે, એક સમય હતો કે, મહિલાઓ માત્ર પરંપરાગત કામો કરતી હતી. પણ આજે તેમાં બદલાવ આવ્યો છે. કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં મહિલાઓનું પ્રદાન ન હોય ત્યારે મહિલાઓ ઉદ્યોગક્ષેત્રે આગળ આવી પોતાની પરિણામલક્ષી સાહસિકતા બતાવે. આ પ્રસંગે એન્ટર પ્રાઇઝીંગ ઇન્ડિયનના ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલી મહિલાઓ, ફૂડ, હોસ્પિલ વગેરે ક્ષેત્ર કદમ મિલાવી આગળ આવે છે તે સરાહનીય છે.
