Skip to main content
Settings Settings for Dark

સાયલા તાલુકાના સરકારી નિશાળના બાળકોને ખાદીના ગણવેશનું વિતરણ

Live TV

X
  • લોકોમાં ખાદીના કપડાં લેવા માટે લોકો જાગૃત થાય તે માટે સરકાર પ્રયત્ન શીલ.

    સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. તેનો લાભ છેવાડાના લોકોને મળે અને ખાસ કરીને જે જરૂરિયાત વર્ગ છે. તે લોકોને યોજનાનો લાભ મળે તે હેતુથી અનેક કાર્યક્રમ કરે છે. રાજ્યમાં ખાદીના પોલિવસ્ત્રનું વેચાણ વધુ થાય અને લોકોમાં ખાદીના કપડાં લેવા માટે લોકો જાગૃત થાય તે માટે સરકાર પ્રયત્ન શીલ છે. ત્યારે સાયલા ગામમાં આવેલ રાજસોભાગ આશ્રમમાં સાયલા તાલુકાની સરકારી નિશાળના બાળકો અને બાળકીને ખાદીના પોલિવસ્ત્રનો ગણવેશ આપવામાં આવ્યા હતા. જિલ્લામાં સાયલા અને ચોટીલા તાલુકામાં યોજના અમલમાં છે. ત્યારે ખાદી ગ્રામઉધોગ દ્વારા બાળકોને ગણવેશ આપવામાં આવ્યા હતા. ગતવર્ષે ચોટીલા તાલુકામાં 39524 બાળકોને બે જોડી એટલે 79048 નંગ ગણવેશ આપવામાં આવ્યા હતા. સાયલા તાલુકામાં 19158 બાળકોને બે જોડી એટલે 38316 નંગ ગણવેશ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડિયા, ખાદીગ્રામ બોર્ડના ચેરમેન કુશલસિંહ પઢેરિયા, શંકરભાઇ દલવાડી તેમજ જિલ્લાના શિક્ષણ અધિકારી અને તાલુકાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. જ્યારે ગણવેશ મેળવનાર બાળકોને પણ આનંદ હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply