પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 23મી બેઠક ગાંધીનગરમાં યોજાઇ
Live TV
-
બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ, ગોવા, દિવ-દમણ, તેમજ દાદરા-નગર હવેલી ના વિવિધ મુદ્દાઓ વિશેની ચર્ચામાં કુલ 16 બાબતોમાંથી 14 બાબતોને પારસ્પરિક સમજણ અને મંજુરી સાથે ઉકેલી નાખવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 23મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મંત્રીઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલીના પ્રશાસકો સહિત કેન્દ્રીય અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
ગુજરાતના મુખ્યમંત્રીએ તેમના સ્વાગત પ્રવચન દરમિયાન દરિયાઈ સુરક્ષાના મુદ્દા ઉપર પશ્ચિમ ઝોનલ રાજ્યોના સુમેળ અને સહયોગ ઉપર ભાર મુક્યો હતો. આ સાથે જ તેમણે વધુમાં આશરે 8000 વર્ગોમાં વર્ચ્યુલ શિક્ષણના પ્રારંભ, 5000 પોલીસોને ગુનાઓનો રેકોર્ડ ધરાવતા સ્માર્ટ ફોન આપ્યાની વિગત, પોલીસ દળમાં 33% મહિલાઓની ભરતી, રાજ્યમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ફોરેન્સિક યુનિવર્સીટીની સ્થાપના વગેરે બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે ક્ષેત્રીય પરિષદની સ્થાપના સ્ટેટ્સ રી-ઓર્ગેનાઈઝેશન એક્ટ, 1956 અંતર્ગત કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય રાજ્યો વચ્ચે તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સહયોગાત્મક કાર્યપ્રણાલીનો વિકાસ કરવાની આદત પાડવાનો છે. ક્ષેત્રીય પરિષદ આર્થિક અને સામાજિક આયોજનના ક્ષેત્રમાં સમાન હિતની કોઈ પણ બાબત ઉપર સૂચનો આપવાની અને તે અંગે ચર્ચા અધિકૃત છે.
રાજનાથસિંહ રાજ્યો સાથે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવાના કેન્દ્રના સંકલ્પનો ફેર ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 2 પરિષદ બેઠકો અને 3 સ્ટેન્ડીંગ કમિટીની બેઠકોનું આયોજન કરવામાં આવી ચુક્યું છે. આ પરિષદોમાં 41 બાબતોની ચર્ચા કરવામાં આવી છે અને 31 મુદ્દાઓને ઉકેલવામાં આવ્યા છે.
અન્ય ઝોન (પૂર્વીય, કેન્દ્રીય, ઉત્તર અને દક્ષીણ) સહીત આ સમયગાળા દરમિયાન કુલ 10 કાઉન્સિલ બેઠકો અને 15 સ્ટેન્ડીંગ કમિટી બેઠકો યોજવામાં આવી હતી. આજની બેઠક સહીત ઉપરોક્ત તમામ બેઠકોમાં આશરે 653 બાબતો અંગે ચર્ચા કરવામાં આવી ચુકી છે અને અંદાજીત 411 મુદ્દાઓને ઉકેલી નાખવામાં આવ્યા છે.
પરિષદ દ્વારા છેલ્લે મળેલી બેઠકમાં કરવામાં આવેલા સૂચનોના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી કે જેમાં “તમામ માટે ઘર: 2022”ના ઉદ્દેશને પૂરું કરવા માટે કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાનોની જમીનને ઉપલબ્ધ કરાવવા અંગેની બાબત અને આધારને લગતા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ, કાઉન્સીલ દ્વારા અન્ય મુદ્દાઓ લેવામાં આવ્યા જેવા કે આયાત ઉપર સ્ટેમ્પ ડ્યુટી, જેએન બંદરમાં પાર્કિંગને લગતી સમસ્યાઓ, પુનઃપ્રાપ્ય ઉર્જા ઓપરેટર (PESA) સાથે મહારાષ્ટ્ર દ્વારા ઉર્જા ખરીદ સંધિ પર હસ્તાક્ષર ના કરવાની બાબત, પેસા કાયદાની જોગવાઈઓનું અમલીકરણ, ટ્રોમાં કેર સુવિધાઓનો વિકાસ કરવા માટે ક્ષમતા નિર્માણ, સંપૂર્ણ રોગપ્રતિકારક ક્ષમતા કવરેજ, રાષ્ટ્રીય એઇડ્સ નિયમન કાર્યક્રમ, કુદરતી વાયુ ઉપર ઈનપુટ ટેક્સ ક્રેડીટને લગતા મુદ્દાઓ વગેરે. આ બેઠકમાં કુલ 16 બાબતોમાંથી (ગૌણ બાબતો સહીત) 14 બાબતોને પારસ્પરિક સમજણ અને મંજુરી સાથે ઉકેલી નાખવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના પ્રવચનમાં ક્ષેત્રીય પરિષદોની બેઠકમાં નવી ઉર્જા પૂરી પાડવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પરિષદની વિચારણાઓ સાચા અર્થમાં સહકારી સમવાયતંત્રની ભાવના સાથે હૂંફાળી અને મૈત્રીપૂર્ણ હતી અને આગામી બેઠક ગોવામાં યોજવાના નિર્ણય સાથે આ બેઠક પૂર્ણ થઇ હતી.
