નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક : પંકજ કુમાર
Live TV
-
અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. તેમણે કહ્યુ કે સમગ્ર પરિસ્થિતિ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની સંભાવનાને પગલે તંત્રની આગોતરી તૈયારીઓ સંતોષકારક રીતે સંપન્ન થઇ છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે 50 હજારથી વધુ લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રય સ્થાનો પર કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
