વિધિવત ચોમાસું શરૂ થાય તે પહેલા નર્મદા ડેમની જળસપાટીમાં 2 મીટરનો ધરખમ વધારો
Live TV
-
વિધિવત ચોમાસું શરૂ થાય તે પહેલા ગુજરાત માટે સારા સમાચાર-રાજ્યની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં 2 મીટરનો ધરખમ વધારો-123.02 મીટરે પહોંચ્યું ડેમનું જળસ્તર-ઉપરવાસમાંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક-તો મુખ્ય કેનાલમાં છોડાઈ રહ્યું છે 6 હજાર ક્યુસેક પાણી. ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ડેમમાં 5 દિવસમાં 2 મિટરનો વધારો નોંધાતા હાલ ડેમની સપાટી 123.02 મિટર પર પહોંચી છે. હાલ ઉપર વાસ માંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે મુખ્ય કેનાલમાં 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
