Skip to main content
Settings Settings for Dark

નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 જેન્ડર ઇક્વાલિટી અંગે વર્કશોપ યોજાયો

Live TV

X
  • અમદાવાદ: નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-૫ (SDG-5) ‘જેન્ડર ઇક્વાલિટી’ વિષય પર એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં મહિલા સશક્તીકરણ, મહિલા નેતૃત્વ અને ડેટા આધારિત નીતિઓના અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ટેકનોલોજી અને રિયલ-ટાઈમ મોનિટરિંગ અત્યંત જરૂરી છે. તેમણે ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ જેવી પહેલોને દેશમાં મહિલા કેન્દ્રિત વિકાસ માટે ઐતિહાસિક ગણાવી હતી.રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલે ગુજરાત સરકારની સિદ્ધિઓ રજૂ કરતા મહત્વની વિગતો આપી હતી. વર્ષ 2026-27 માટે રૂ. 1.62 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે કુલ બજેટના 39.94% છે.સંસ્થાકીય પ્રસૂતિનો દર 99.94% સુધી પહોંચ્યો છે, જ્યારે પ્રસૂતિ સહાયનું કવરેજ 8.9% થી વધીને 97.7% થયું છે.માધ્યમિક શિક્ષણમાં ‘જેન્ડર પેરિટી ઇન્ડેક્સ’ 1.02 ના સ્તરે પહોંચ્યો છે. જનધન ખાતાધારકોમાં મહિલાઓનો હિસ્સો 51% થી વધુ છે અને સ્વ-સહાય જૂથોનું ક્રેડિટ લિંકેજ 91.93% થયું છે.નીતિ આયોગના સભ્ય ડૉ. એમ. શ્રીનિવાસે જણાવ્યું કે વર્ષ 2030 સુધીમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે સંકલન જરૂરી છે. તેમણે ગુજરાતના ‘નારી ગૌરવ શક્તિ’ અભિગમની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે SDG-5 રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં UNRC ના સ્ટીફન પ્રિસ્નર, IIM-A ના ડાયરેક્ટર પ્રો. ભરત ભાસ્કર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply