નેપાળ બોર્ડર પર ફરજ બજાવતા રાધનપુર તાલુકાના ભારતીય સૈન્યની અંતિમ વિદાય
Live TV
-
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામના સપૂત અને ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા રામશીભાઈ ભીખાભાઇ ચૌધરીનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં તેમને રાષ્ટ્રીય માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
તેઓ એસ. એસ.બી માં બટાલિયન ક્રમાંક 3માં હેડ કોન્સ્ટેબલ તરીકે નેપાળ બોર્ડર પર ફરજ બજાવતા હતા. 31 ઓગસ્ટના રોજ જ નિવૃત્ત થવાના હતા પરંતુ નિવૃત્તિ પહેલાં જ તેમની અણધારી વિદાયથી સમગ્ર ગામ અને રાધનપુર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. તેમની અંતિમ યાત્રામાં ગામ અને રાધનપુર પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
