મહેસાણા જિલ્લાને અદ્યતન આયુર્વેદ હોસ્પિટલની મળી ભેટ
Live TV
-
મહેસાણાના ખેરવા ગામે નવનિર્મિત 20 બેડની અદ્યતન સુવિધાવાળી આયુર્વેદ હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું લોકાર્પણ
મહેસાણા જિલ્લામાં આજે સરકાર દ્વારા 5 કરોડના ખર્ચે નવનિર્મિત 20 બેડની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહેસાણાના ખેરવા ગામે અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ખેરવા ખાતે નિર્મિત આ હોસ્પિટલમાં પંચકર્મ, યોગ ચિકિત્સા, અમૃતપેચ, મર્મચિકિત્સા, ફિજયોથેરાપી સારવાર અને ઔષધિ ગાર્ડન સાથેની સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેનો લાભ મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને મળશે.
