ન્યુ સિવિલ આંખની હોસ્પિટલ દ્વારા ઉજવાયું ચક્ષુદાન પખવાડિયુ
Live TV
-
આંખની હોસ્પિટલ ન્યુ સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિંગ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્નારા ચક્ષુદાન મહાદાન પ્રચાર રૈલી કાઢવામાં આવી હતી.
અમદાવાદમાં ન્યુ સિવિલ આંખની હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન પખવાડિયુ ઉજવાય રહ્યુ છે. જે નિમિતે આંખની હોસ્પિટલ ન્યુ સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિંગ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્નારા ચક્ષુદાન મહાદાન પ્રચાર રૈલી કાઢવામાં આવી હતી. જેમાં ન્યુ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. એમ.એમ. પ્રભાકર, આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મરિયમ મનસુરી, ચક્ષુદાન બેન્કના ઇન્ચાર્જ ડો. જાગૃતીબા જાડેજા સહિત નર્સિગ સુપ્રિન્ટેન્ડન્ટ બાબુભાઇ પ્રજાપતિ જોડાયા હતા. ચક્ષુદાન મહાદાન મૃત્યુબાદ ચક્ષુદાન ના બેનર સાથે ન્યુ સિવિલ કેમ્પસમાં તેમજ કેન્સર હોસ્પિટલ અને બી. જે મેડિકલ કોલેજ થઇ પરત આંખની હોસ્પિટલે સમાપ્ત થઇ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યુ સિવિલ હોસ્પિટલ, આંખ વિભાગ તથા જાહાગીરપુરા યુથ એન્ડ ફેન્ડ સર્કલ દ્વારા કરવામાં આવી હતી.
