Skip to main content
Settings Settings for Dark

પંચમહાલઃ 1 લાખ કિમી લાંબી પાનમ જળાશયની પાઈપલાઈનનું ખાતમૂર્હુત 

Live TV

X
  • મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પંચમહાલના નાગરિકોને રૂ. ૭૦૫ કરોડના વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

    આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ૧ લાખ કિ.મી. લાંબી પાઇપલાઇન વિતરણ નેટવર્કથી રાજ્યમાં છેવાડાના વિસ્તારો સુધી શુદ્ધ પાણી પહોચાડયું છે. નર્મદા, ઊકાઇ, કડાણા, પાનમ અને મહી જેવી મોટી નદીઓ આધારિત યોજનાઓથી આપણે ગુજરાતમાં પાણીની અછત દૂર કરી છે.  ગુજરાતે ગેસગ્રીડ અને વીજગ્રીડ જેમ વોટરગ્રીડ નેટવર્કની આગવી દિશા અપનાવી છે. 

    પંચમહાલ સાજીવાવ ખાતે ખાતમુહૂર્ત કરી શહેરા તાલુકાના મહેલાણા ખાતે યોજાયેલી એક સભાને સંબોધિત કરતા CM રૂપાણીએ કહ્યું કે, છેલ્લા એક જ પખવાડિયામાં રાજ્યમાં રૂ. ૪ હજાર કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. 
             
    તેમણે કહ્યું કે, પહેલા રાજ્ય સરકારનું કૂલ બજેટ માત્ર રૂ. ૯ હજાર કરોડ હતું. તેમાં કોઇ વિભાગ માટે માત્ર ૭૦૦ કે ૮૦૦ કરોડ રૂપિયા ફાળવાતા હતા. તેની સાપક્ષે આજે એક માત્ર પંચમહાલ જિલ્લાને રૂ. ૭૦૫ કરોડના વિકાસ કામોની ભેટ માત્ર એક જ દિવસમાં મળી છે. આજે રાજ્ય સરકારના બજેટનું કદ ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનું છે.
          

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply