પર્યટન સલાહકાર સમિતિના સભ્યોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લીધી મુલાકાત
Live TV
-
સ્ટેટ્યૂ ઓફ યુનિટીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર કટિબદ્ધ
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આજે રાષ્ટ્રીય પર્યટન સલાહકાર સમિતિના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જિલ્લામાં પ્રવાસીઓને વધુ સારી સુવિધા આપી શકાય અને પ્રવાસીઓની સંખ્યા વધે તે માટે રાષ્ટ્રીય પર્યટન સલાહકાર સમિતિની એક બેઠક પણ મળી હતી. કેન્દ્રિય પ્રવાસન રાજ્યમંત્રી કે.જે.આલ્ફોન્સની ઉપસ્થિતિમાં ટેન્ટસિટી ખાતે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રિય પ્રવાસન સચિવ તથા દેશભરમાંથી વિવિધ રાજ્યોના અધિકારીઓ અને વિવિધ મંત્રાલયના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા પ્રવાસીઓ માટે હજુ કેટલી સુવિધાઓ વધારી શકાય, તે માટે ટુર ઓપરેટર્સ અને પ્રવાસન સચિવ સાથે પણ ચર્ચા-વિચારણા કરાઈ હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગમાં એમ.ડી જેનું દેવન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્ટેટ્યૂ ઓફ યુનિટીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર કટિબદ્ધ છે, તેમ હોવાનું જણાવ્યું હતું
