લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપના શક્તિકેન્દ્ર સંમેલન
Live TV
-
અમરેલીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આવનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઇ ભાજપનું શક્તિકેન્દ્ર સંમેલન મળ્યું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુર તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ અમરેલી જિલ્લાના સાંસદ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સરકારની દરેક યોજનાઓ લોકોના ઘર-ઘર સુધી પહોંચે તેવા પ્રયાસ ભાજપ દ્વારા હાથ ધરાયો છે. ત્યારે રાજ્ય ભરમાં હાલ ભાજપ દ્વારા મારૂ બૂથ મજબૂત બૂથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગરના પૂર્વ મેયર અને બોટાદ વિસ્તારના ઇન્ચાર્જ નીમુબેન બાંભણિયા જિલ્લા ભાજપ મહામંત્રી મનહરભાઈ માતરીયા સહિત બોટાદ શહેરના 11 વોર્ડના વિસ્તારકોની ઉપસ્થિતિમમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં 11 બુથના વિસ્તારકોને માહિતી આપવામાં આવી હતી. 21 ફેબ્રુઆરી થી 2 માર્ચ સુધી આ વિસ્તારકો જુદા-જુદા બુથમાં ફરશે.
ધોરાજી ખાતે પોરબંદર જૂનાગઢ અને જામનગર લોકસભાની ત્રણેય બેઠકનું ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપરાંત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં સર્વ પ્રથમ પુલાવમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારે બાદ ઉપસ્થિત નેતાઓએ કાર્યકરોને આગામી ૨૦૧૯ લોક્સભા ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી હતી
