7માં પગારપંચ સહિતની માંગણી મુદ્દે એસટી કર્મચારીઓની હડતાળ
Live TV
-
કર્મચારીઓ માસ સીએલ પર જતા મુસાફરોના હાલાકી
આજે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના 45 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માગણીઓ તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના પગલે રાજ્યભરની તમામ બસોના પૈડા થંભી જતાં બસમાં મુસાફરી કરતા લાખો મુસાફરોને હાલાકી પડી રહી છે.
