પશ્ચિમ રેલ્વે દ્વારા મહિલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા "મારી સહેલી" અભિયાન
Live TV
-
પશ્ચિમ રેલ્વે મહિલાઓને સહાયરૂપ બનવા તેમજ તેમને સશક્ત બનાવવા માટે જાણીતી છે. પશ્ચિમ રેલ્વેએ મહિલા સુરક્ષા માટે એક નવો પ્રયાસ કર્યો છે. મહિલા મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુરક્ષા આપવા માટે "મારી સહેલી" અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રેલ્વે મંત્રી દિપકકુમાર ઝાકેનાએ જણાવ્યું કે, આ અભિયાન મહિલાઓને ડેસ્ટિનેશન સ્ટેશન સુધી સુરક્ષા પુરી પાડવા માટે શરુ કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત મહિલા અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ બનાવામાં આવી છે. આ ટીમ દ્વારા ટ્રેનના બધા કોર્ચ્નીની મુલાકાત લેવામાં આવશે. અને જો કોઈ મહિલા એકલી હોય તો તેમને આરપીએફ સિક્યુરિટી હેલ્પ લાઇન નંબર 182, જીઆરપી સિક્યુરિટી હેલ્પ લાઇન નંબર 1512 અને અન્ય સાવચેતી વિષે માહિતગાર કરવામાં આવશે. આ સાથે જ તેમને સાવચેત કરવામાં આવશે કે કોઈ પણ અજાણ્યા માણસ પાસેથી ખોરાક ન લેવો ફક્ત આઈઆરસીટીસી અધિકૃત સ્ટોલમાંથી જ ખોરાક ખરીદવો. મહિલા મુસાફરોની વિગતો સંબંધિત વિભાગો અને ઝોનલ રેલવે કચેરીઓની જાણકારી આપવામાં આવશે, જેથી તેઓ તેમના અંતિમ મુકામ સુધી ન પહોંચે ત્યાં સુધી તેમની યોગ્ય સલામતી સુનિશ્ચિત કરી શકાય.
