પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ
Live TV
-
પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે અને 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત પાટણ ખાતે એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈલજા બેંગલોઝની સામે સવારે 5:30 કલાકથી 7:30 કલાક દરમિયાન આ શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આ અંગે માહિતી આપતા નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મેદસ્વિતા દૂર કરવાનો અને તન-મનની તંદુરસ્તી સાથે અનુશાસન કેળવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આનાથી લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થશે અને આવનારી પેઢીમાં યોગ અંગે જાગૃતિ આવશે, જેથી વધુને વધુ લોકો યોગ અપનાવે.
આ યોગ શિબિરમાં નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, ગુજરાત યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર અજીત પટેલ સહિત અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો અને યોગાસનો કર્યા હતા. આ પ્રકારના આયોજનોથી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવામાં મદદ મળશે.
