CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: નગરપાલિકાના રોડ રિપેરિંગ માટે આપી મંજૂરી
Live TV
-
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: નગરપાલિકાના રોડ રિપેરિંગ માટે આપી મંજૂરી
રાજ્યના શહેરી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તાઓને સંભવિત નુકસાન થાય તો તેનું તાકીદે સમારકામ અને રિસરફેસિંગ કરી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગોતરું આયોજન કર્યું છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અન્વયે 'મુખ્યમંત્રી શહેરી સડક યોજના'માંથી રાજ્યની 149 નગરપાલિકાઓને કુલ ₹107 કરોડની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાઓની સુવિધા મળી રહે તેવા જનહિત અભિગમ અપનાવ્યો છે. તેમણે નિર્દેશ આપ્યો છે કે, વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનું વહેલી તકે રિપેરિંગ થવું જોઈએ. એટલું જ નહીં, જે નગરોમાં ગટર, પીવાના પાણીની પાઇપલાઇન સહિતના કામો માટે રસ્તાઓના ખોદકામને કારણે માર્ગોની સ્થિતિ નબળી હોય, ત્યાં પણ ચોમાસા પૂર્વે રોડ રિપેરિંગ માટે સંબંધિત નગરપાલિકાઓની માંગણી અનુસાર રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરશે.
આ આગોતરા આયોજનના ભાગરૂપે, નગરપાલિકાઓને તેમના વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે:
'અ' વર્ગની 37 નગરપાલિકાઓ: પ્રત્યેકને ₹1 કરોડ, કુલ ₹37 કરોડ
'બ' વર્ગની 34 નગરપાલિકાઓ: પ્રત્યેકને ₹80 લાખ, કુલ ₹27 કરોડ
'ક' વર્ગની 61 નગરપાલિકાઓ: પ્રત્યેકને ₹60 લાખ, કુલ ₹36 કરોડ
'ડ' વર્ગની 17 નગરપાલિકાઓ: પ્રત્યેકને ₹40 લાખ, કુલ ₹6.80 કરોડઆ કુલ ₹107 કરોડની ગ્રાન્ટ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જો ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે માર્ગોને વધુ નુકસાન થાય તો નગરપાલિકાઓની વધારાની જરૂરિયાત અને માંગણી મુજબ પણ રોડ રિપેરિંગ માટે નાણાં ફાળવવામાં આવશે, જે તેમના પ્રજાલક્ષી અભિગમને દર્શાવે છે.
