Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ગોઝારો અકસ્માત: ટ્રકની ટક્કરે 3 યુવકોના કરૂણ મોત

Live TV

X
  • સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ગોઝારો અકસ્માત: ટ્રકની ટક્કરે 3 યુવકોના કરૂણ મોત

    સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલા દુધરેજ ફાટક નજીક IOC પમ્પિંગ સ્ટેશન પાસે મોડી રાતે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઈક વચ્ચેની ટક્કરમાં બાઈકસવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે.

    આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોના નામ:

    ઇમરાન રમઝાન મોવર (ઉંમર 16), ફિરદૌસ સોસાયટી
    અફઝલ યુનુસ સિપાઈ (ઉંમર 22), ટાવર પાસે
    દિવ્યાંશ અશોક પરમાર (ઉંમર 18), ફિરદૌસ સોસાયટી

    ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રકચાલકને ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply