પારદર્શિતા લાવવા માટે અંબાજી મંદિરમાં ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ શરૂ
Live TV
-
યાત્રાધામ અંબાજી મંદિરમાં બનેલી ચોરીની ઘટના બાદ મંદિર તંત્ર દ્વારા સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મંદિરમાં દર મંગળવારે થતી ભંડાર ગણતરીની પ્રક્રિયાનું આજથી શ્રદ્ધાળુઓ માટે લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે.
ભંડાર કક્ષની આ સઘન કામગીરીને ૨૦ સીસીટીવી કેમેરા દ્વારા આવરી લેવામાં આવી છે, જેનું સીધું પ્રસારણ મંદિર પરિસરમાં મૂકવામાં આવેલી એલઈડી (LED) સ્ક્રીન પર જોઈ શકાય છે.ભંડાર ગણતરી દરમિયાન રૂમનો દરેક ખૂણો કેમેરામાં કવર થાય તે રીતે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ભંડાર કક્ષમાં અવરજવર કરતા તમામ કર્મચારીઓનું એસઆરપી (SRP) ના જવાનો દ્વારા કડક 'ઇન-આઉટ' ચેકિંગ કરવામાં આવે છે. મંદિર તંત્રના આ કડક પગલાંને કારણે હવે સામાન્ય ભક્તો પણ ભંડાર ગણતરીની સમગ્ર પ્રક્રિયાને પ્રત્યક્ષ નિહાળી શકશે.
