Skip to main content
Settings Settings for Dark

પાલનપુર-CMએ યુવા બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યુ, યુવાઓને એપ્રેન્ટેસશિપ નિમણૂક પત્રો, ટેબલેટનું વિતરણ

Live TV

X
  • દૂધ ઉત્પાદનમાં મોખરે રહીને રાજ્યમાં શ્વેતક્રાન્તિ લાવવામાં બનાસકાંઠાનું મહત્ત્વનું યોગદાન-CM

    પાલનપુર ખાતે આવતીકાલે યોજાનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે. ત્યારે આજે પાલનપુર ખાતે મુખ્યમંત્રીના હસ્તે યુવાનોને એપ્રેન્ટિસશિપના નિમણૂક પત્રો, ટેબ્લેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સીએમ રૂપાણીએ યુવાનોને દેશનો મુખ્ય આધાર ગણાવતા કહ્યું હતું કે રાજ્યમાં સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર હંમેશથી પ્રયત્નશીલ રહી છે. તેમણે ઉમેર્યું કે, યુવાનો સ્ટાર્ટ અપના માધ્યમથી પગભર બની રોજગારી મેળવે અને અન્ય લોaકોને પણ રોજગારી આપે એ માટે સરકાર તેમને જરૂરી સહાય કરવા તત્પર છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, દૂધ ઉત્પાદનમાં મોખરે રહીને રાજ્યમાં શ્વેતક્રાન્તિ લાવવામાં બનાસકાંઠાનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ભારતમાતાને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવા સૌને સાથે મળીને નવા ઉત્સાહ સાથે આગળ વધવા અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply