પાવાગઢ રોપ-વે સેવા 13 ઓગસ્ટ સુધી વાર્ષિક જાળવણી માટે બંધ રહેશે
Live TV
-
પંચમહાલ જિલ્લામાં આવેલ મહાકાળી ધામ પાવાગઢ ખાતે રોપ-વે સુવિધા યાત્રિકો માટે આજથી 13 ઓગસ્ટ સુધી બંધ રહેશે. વાર્ષિક જાળવણીના ભાગરૂપે ડુંગર પર ચાલતી રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય પાવાગઢ મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે યાત્રાધામ પાવાગઢ ખાતે નવીન શિખર બન્યા બાદ યાત્રાળુઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. દર્શન અને ફરવાના આશયથી રજાના દિવસોમાં લાખોની સંખ્યાઓમાં પ્રવાસીઓ આવે છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી યાત્રિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે રોપ-વે સેવા બંધ છે. પરંતુ પદયાત્રિકો પગથિયા ચઢીને મંદિર સુધી જઈ શકશે.