પુત્રે માતાની યાદમાં 1 લાખ છોડ રોપી યાદગીરીનું સંભારણું બનાવ્યું
Live TV
-
કહેવાય છે કે, ભૂલો ભલે બીજુ બધુ મા-બાપને ભૂલશો નહીં. આ વાક્ય ઘણા લોકો પોતાનો જીવન મંત્ર બનાવી દે છે.
સુરતના એક ઉદ્યોગપતિએ પોતાની માતાની યાદગીરીને એક સંભારણા રૂપે સંકોરી લીધી છે. માતાના મૃત્યુ બાદ તેમની યાદમાં આ પુત્રે એક લાખ છોડ રોપવાનો સંકલ્પ કર્યો હતો અને તેને ચરિતાર્થ પણ કરી બતાવ્યો હતો. તેમણે પોતાના વતન ગીરમાં માતાના અસ્થિ 101 વૃક્ષ વાવી શુભ શરૂઆત કરી હતી. તેમની સાથે તેમની પત્ની અને પરિવાર પણ સામેલ રહ્યો હતો.
