વડોદરા પોલીસનો નવતર પ્રયોગ, પેટ્રોલિંગ માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ કરાયું
Live TV
-
વડોદરા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશીધરને ગીચ અને સાંકડા રસ્તાઓ પર પેટ્રોલિંગ માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ કર્યું હતું.
યુનિવર્સીટી તેમજ કમાટીબાગમાં પેટ્રોલિંગ માટે એ રીક્ષા ઉપયોગી પુરવાર થશે. આ ઈ-રીક્ષામાં ચાલક ઉપરાંત ચાર પોલીસકર્મી બેસી શકશે. ઈ-રીક્ષા સાયરન, વાયરલેસ સેટ, એલઈડી ડિસ્પ્લે, એનાઉન્સમેન્ટ માટે માઈક્રોફોન ઉપરાંત બેકન લાઈટથી સજ્જ કરવામાં આવી છે. ઈ-રીક્ષામાં બે મહિલા સહિત 4 પોલીસકર્મીઓ બેસી શકશે.
આ ઈ-રીક્ષા પોલીસને સાંકડા રસ્તાઓમાં પેટ્રોલિંગ કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત આ ઈ-રીક્ષાથી પર્યાવરણને પણ નુકશાનથી બચાવી શકાશે.
