સરસ્વતી નદીમાં ઘોડાપુરને લીધે પ્રસિદ્ધ માધવરાવજી મંદિર થયું પાણીમાં ગરકાવ
Live TV
-
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા તાલાલા ગીરની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેને લીધે પ્રાચીનું માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ભગવાન માધવરાયની પ્રતિમા ઉપરથી 10 ફૂટ ઊંચું પાણી વહી રહ્યું છે. જેના કારણે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કે આરતી પૂજા કરી શકતા નથી. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાલાલા ગીરમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ પડતા તાલાલાના ગીર પંથકની સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે માધવરાય મંદિર પાણીમાં ગરક થયું છે. સ્થાનિકોના કેહવા મુજબ જ્યા સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી શ્રદ્ધાળુઓ દર્શન નહીં કરી શકે. એટલું જ નહીં ભગવાનની આરતી અને પૂજા પણ નહીં થઇ શકે
