પૂરના સંકટને પહોચી વળવા સોફટવેર તૈયાર
Live TV
-
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2015 અને 2017 માં આવેલા વિનાશક પુર પછી વહીવટીતંત્ર સાબદુ બની ચૂક્યું છે
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2015 અને 2017 માં આવેલા વિનાશક પુર પછી વહીવટીતંત્ર સાબદુ બની ચૂક્યું છે. જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ બાયસેગના સહયોગથી ,પુર અસરગ્રસ્ત વિસ્તારને પારખીને તત્કાળ મેસેજ કરીને તંત્રને સાબદુ કરી શકાય તેવું સોફટવેર તૈયાર કર્યું છે. કુદરતી હોનારત કે પુર સંકટના સંજોગોમાં જે તે વિસ્તારને મેસેજ કરીને સુરક્ષિત સ્થળાંતર સંભવ કરવા આ સોફટવેર ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.
