Skip to main content
Settings Settings for Dark

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

Live TV

X
  • રાજ્યમાં વરસાદ તેમજ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.

    રાજ્યમાં વરસાદ તેમજ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટી 108.80 મીટરથી વધી છે. બીજી તરફ ડેમમાંથી મેઈન કેનાલમાં 1 હજાર 224 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો નદીમાં 660 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.મહત્વનું છે કે ડેમની જળસપાટી જ્યારે 110.64 મીટરના લેવલ પર પહોંચે ત્યારે પાવર હાઉસ ચાલુ કરવામાં આવે છે. બીજી તરફ ઉકાઈ ડેમની વાત કરીએ તો ડેમમાં પાણીની આવક થતાં જળસપાટી 285.09 ફૂટ થઈ છે. જેમાં પાણીની નવી આવક 600 ક્યુસેક છે. ઉપરાંત ધરોઈ ડેમમાં પણ પાણીની આવક થતાં જળસપાટી 592.10 ફૂટે પહોંચી છે તો સામે પાણીની આવક 170 ક્યુસેક છે. જેથી જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply