CM વિજયભાઈ રૂપાણીએ રાજ્યસ્તરના પોષણ અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસ્તરના પોષણ અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસ્તરના પોષણ અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. જેમાં કિશોરીઓ -દિકરીઓમાં કુપોષણ નિયંત્રણની "પૂર્ણા" યોજના પણ શરૂ કરાઈ હતી. આ પ્રસંગે મહિલા અને બાળવિકાસ મંત્રી વિભાવરીબેન દવે, કેન્દ્રીય સચિવ રાજેશકુમાર તેમજ ગુજરાતના મુખ્ય સચિવ. જે.એન.સિંગ, જાગૃતિબેન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હાલ આ કાર્યક્રમમાં રાજ્યના 26 જિલ્લાને આવરી લેવાયા છે. કેન્દ્ર સરકારના પોષણ મિશન અભિયાન દ્વારા ભણતા બાળકોને ,કુપોષણ મુક્ત બનાવી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો, ધાત્રી માતા પોષણ માટે મુખ્યમંત્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ રાજ્ય - રાષ્ટ્રના વિકાસમાં નાગરિકોની તંદુરસ્તી મહત્વનું પરિબળ છે
