પોરબંદર કોર્ટે આપી પૂર્વ IPS સંજીવ ભટ્ટને રાહત કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં શંકાનો લાભ આપી દોષમુક્ત જાહેર કર્યા
Live TV
-
પોરબંદરની કોર્ટે ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને વર્ષ 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા. ફરિયાદી નારણ જાદવ પોસ્તરીયાએ તારીખ 5/7/1997માં સંજીવ ભટ્ટ અને વજુ ચાઉ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી નારણ જાદવ પોસ્તરીયા અને તેના પુત્ર અને ભાઈને પોલીસ કસ્ટડીમાં માર મારી શોટ આપ્યાની ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસમાં પોરબંદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ જજ મુકેશ પંડ્યાએ શંકાનો લાભ આપી પૂર્વ IPS સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા હતા.કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદ પક્ષ પાસે આ કેસ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી, ફરિયાદ પક્ષ આ કેસમાં શંકા સિવાય કશું સાબિત કરી શક્યું નથી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ સંજીવ ભટ્ટને IPCની કલમો હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે, તેની કબૂલાત મેળવવા માટે તેને જેલમાં ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો.
બોક્સ 1
શું હતો સમગ્ર મામલો?
નારણ જાદવ નામની વ્યક્તિની ફરિયાદના આધારે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા. જાદવ વર્ષ 1994ના હથિયાર જપ્તીના કેસમાં 22 આરોપીમાંનો એક હતો. પોરબંદર પોલીસની એક ટીમ પાંચમી જુલાઈ 1997ના રોજ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર જાદવને પોરબંદરમાં સંજીવ ભટ્ટના ઘરે લઈ ગઈ હતી.
જાદવને તેના શરીરના વિવિધ ભાગો અને પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યા હતા. પુરાવાના આધારે કોર્ટે 31મી ડિસેમ્બર 1998ના રોજ કેસ નોંધવાનું કહ્યું હતું અને સમન્સ જારી કર્યું હતું. 15મી એપ્રિલ, 2013ના રોજ કોર્ટે સંજીવ ભટ્ટ અને અન્ય એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.બોક્સ 2
સંજીવ ભટ્ટ રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને અગાઉ 1990માં જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસ આજીવન કેદ અને વર્ષ 1996માં પાલનપુરમાં રાજસ્થાનના વકીલને ફસાવવાના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
હાલ તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે.બોક્સ 3
2011માં સસ્પેન્ડ અને 2015માં ફરજમુક્તસંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.
